fbpx
મારો ફાઇન ફેધરનો અનુભવ.

એક વહેલી સવારે પાંસઠ વર્ષ જુના  મારા ત્રણ મિત્રોએ મને દગો દીધો. વર્ષોનો મારો સાથ છોડીને તેઓ ચાલી નિકળ્યા. આ વાત છે મારા ત્રણ દાંતની. સવારે નાસ્તો કરતા કરતા મારા આ ત્રણ દોસ્ત તેમની ફરજ બજાવતા બજાવતા શહીદ થઇ ગયા. પડી ગયા.

આ ઉમરે દાંત વગર તો ચાલે નહી. મારા મિત્રે મને ફાઇન ફેધર ડેન્ટલ ક્લિનિકમા જવાની સલાહ આપી.. એપોઇન્ટમેન્ટ લઇને હું ફાઇન ફેધરમાં ગયો. ત્યાંનો સુંદર માહોલ અને સ્ટાફની આત્મિયતા મને ગમી ગયા.

ડો. કેવલ શાહે મારી તકલીફ સમજીને મારી તબીબિ તપાસ કરી. તુટેલા દાંતની જગ્યાએ નવા દાંત બેસાડવાની જરુર હતી. બે શક્યતા હતી. ત્રણ દાંતનુ પરંપરાગત ચોકઠુ કરવુ, અથવા  તે જગ્યાએ નવાં દાંત ઇમ્પ્લાંટ કરવા. નિર્ણય મારે કરવાનો હતો. ઇમ્પ્લાંટ વિષેનુ મારુ જ્ઞાન સિમિત હતું.

તપાસ બાદ ડો.શાહ મને અલાયેદા રુમમાં લઇ ગયા. આરામદાયક વાતાવરણમાં મારી સાથે એક કલાક ચર્ચા કરી. મને જુના પુરાણા ચોકઠા અને નવી પધ્ધતિના  ઇમ્પ્લાંટ વિષે વિગતવાર સમજણ આપી. બન્નેના ફાયદા અને ગેરફાયદાની પણ ચર્ચા કરી.

જાતે ડોક્ટર હોવાથી નવી પધ્ધતિની ટેકનિક સમજવામાં મને મુશ્કેલી ન પડી. તેમ છતાં ઘેર જઇને ઇન્ટરનેટ પરથી વધારે માહીતિ મેળવી.

મારો આખરી નિર્ણય .

ચોકઠાની સરખામણીએ ઇમ્પ્લાંટ મુકાવવો વધારે મોંઘો હતો. તેમ છતાં લાંબા  ગાળાના લાભની દ્રષ્ટિએ ઇમ્પ્લાંટ મુકાવવો હિતાવહ હતો. આખરિ નિર્ણય લેવાઇ ગયો. ફાઇન ફેધરના નિષ્ણાત ડેન્ટિસ્ટે મારા જડબામાં ત્રણ દાંતનુ ઇમ્પ્લાંટ કરી આપ્યુ.

ત્રણ દાંતના ઇમ્પ્લાંટ મુક્યાને આજ છ મહિના વિતી ગયા છે. મારા મોંમા ત્રણ નકલી દાંત છે તેવો મને ખ્યાલ પણ નથી આવતો. કોઇ દુખાવો નહી, ચાવવામાં કોઇ મુશ્કેલી નહી. ચોકઠુ સાચવવાની અને તેને વારંવાર ધોવાની જરુર નહી. ચોકઠુ ખોવાવાની ચિન્તા નહી.

ઇમ્પ્લાંટના બે ફાયદા છે.

૧ ) લાંબો સમય ચાલે છે. તેથી ચોકઠાની જેમ વારંવાર બદલવાની જરુર નથી.

૨) જડબાના હાડકામાં બેસાડેલા હોવાથી ચોકઠાની જેમ લાંબે સમયે જડબાના હાડકાને નુકશાન નથી કરતા.

અને છેલ્લે જમતા જમતા ચોકઠાની જેમ બહાર નથી આવી જતા.

નિષ્ણાત ડોકટર દ્વારા જો ઇમ્પ્લાંટ મુકવામાં આવે તો કોમ્પ્લીકેશન થવાની શક્યતા નહીવત છે.

મારા મત મુજબ અદ્યતન સાધનોથી સજ્જ ફાઇન ફેધર ડેન્ટલ ક્લીનીક આવી નિષ્ણાત  સેવાઓ આપવા માંટે સક્ષમ છે.        

×