fbpx
પ્રભાવશાળી ઉંમરનું પ્રથમ પગથિયું ડેન્ટલ ઈમ્પલાન્ટ્સ

નીલિમા પ્લેનમાંથી બહાર આવી. સવારની તાજી હવાનો શ્વાસ લેતાં જ તેને બાળપણની સ્મૃતિ તાજી થઈ અને મ્હોં પર આછું સ્મિત છવાયું. છ વરસ બાદ પાછી આવતી હતી એટલે બધાને મળવા આતુર હોઈ તે ઝડપથી સીડીના પગથિયાં ઉતરવા લાગી.

કસ્ટમ ઓફિસરના શબ્દો સંભળાયા, ‘મેડમ, કાંઈ ડિક્લેર કરવાનું છે?’ ‘ના મારા ડેડ માટે આ લેપટોપ સિવાય કાંઈ ખાસ નથી.’ આગમનની વિધિ ઝટપટ આટોપીને એરાઈવલ લોંજમાંથી બહાર આવતા પરિચિત સ્વર સંભળાયો, ‘નીલુ!’ આમતેમ જોયું પણ કોઈ ઓળખીતું દેખાયું નહીં. બીજી જ પળે આવકારનાર વ્યક્તિને તેણે જોઈ અને તેની તરફ દોડી. તેણે મોમ, ડેડ, ભાઈ અને તેમના પાડોશીને દીઠાં. તેણે કહ્યું, ‘ડેડ તમને તો પળભર ઓળખી જ શકી નહીં?’ રસ્તામાં માએ પૂછ્યુંઃ ‘બેટા કેમ શાંત છે? શું મૂંઝવણ છે?’ તેણે પિતા તરફ તાકીને જોયું અને કહ્યુંઃ ‘કાંઈ નહીં મા…’ પિતાજી તેને સ્કૂલે મૂકવા આવતા, વોલી-બોલના મેચ વખતે પ્રોત્સાહન આપતા અને બીજી ઘણી વાતો તેના સ્મૃતિપટ પર તાજી થઈ ગઈ.

તે મનોમન વિચારવા લાગી – ‘ડેડ તમે તો ૫૫ વરસના યુવાન છો… વૃદ્ધ નહીં અને જૂઓ કરચલીવાળો ચહેરો, ધોળા વાળ અને દાંત વગરના બોખાં મ્હોંએ હસતા હો એવા વૃદ્ધ પિતા મારે નથી જોવા.’ નીલિમાએ મનોમન વિચારી લીધું કે, હવે એણે શું કરવાનું છે.

બીજી દિવસે નીલિમાએ ‘ફાઈન ફેધર’ની એપોઈન્ટમેન્ટ લીધી. તેની એક સાથીએ ત્યાં સારવાર કરાવી હતી. ડોક્ટરને મળતાં જ કહ્યું, ‘ડોક્ટર, શ્રદ્ધાએ તમારો રેફરન્સ આપ્યો છે, મારા પપ્પાના દાંત પહેલા જેવા કરી આપો. નીલિમાના પિતાએ ડોક્ટરને કહ્યું કે, ‘છ દાયકાની ઉંમરે થોડાં દાંત તો પડે જ ને! ડોક્ટર! પણ મને ખોરાક ચાવવામાં કાંઈ તકલીફ નથી. હા, પહેલાં જેવો દેખાવ નથી એટલું જ, મને એની ચિંતા નથી!’ મેં તેમને દાંતનું મહત્ત્વ સમજાવતાં કહ્યુંઃ ‘ઘનશ્યામભાઈ, વૃદ્ધાવસ્થાનો અર્થ એ નથી કે દાંત પડી જ જાય! દાંત તો તમે તમારા જીવનભર માટે જાળવી શકો છો. દર છ મહિને દાંત સ્વચ્છ કરાવીને તમારા દાંતને ‘તંદુરસ્ત’ રાખી શકો છો. જડબાનો પ્રત્યેક દાંત સ્વતંત્ર રીતે કામ કરે છે અને પડખેનાં દાંત સાથે જોડાઈને રહે છે. જડબાના સ્નાયુઓ ચાવવા માટે તેનું હલન-ચલન કરે છે. એક દાંત પડી જાય તેની અસર દાંતના સમગ્ર માળખાને થાય છે. ચાવવાની કાર્યક્ષમતા ઘટે છે. દરેક દાંત પડખેના દાંત સાથે જોડાયેલો હોવાથી એક દાંત પડવાથી બીજા દાંત ઢીલા પડે છે. આથી, પડેલા દાંતની જગ્યા તરત જ પૂરવી જરૂરી બને છે. આમાં દેખાવનો જ પ્રશ્ન નથી.’

ડોક્ટરે દાંત તપાસીને જોયું કે આગળના ઉપર તરફના બે દાંત પડી ગયા હતા. નીચેના ચાર દાંત સાવ પેઢાં સુધી જીર્ણ થઈ ગયાં હતાં. ઘનશ્યામભાઈ ગુટખાની પડીકીઓ આગલા દાંતથી તોડતાં તે આ સ્થિતિનું મૂળ કારણ હતું. મેં તેમને નીચેના ૪ દાંત કાઢી નાંખવા તેમ જ બ્રિજ અથવા ઈમ્પ્લાન્ટ્સની સારવારના વિકલ્પો સમજાવ્યા.

નીલિમાને પિતા માટે સર્વોત્તમ સારવાર જ જોઈતી હોવાથી અમે ઘનશ્યામભાઈ માટે ‘ઈમ્પલાન્ટ્સ’નો વિકલ્પ નક્કી કર્યો. ઈમ્પલાન્ટ્સમાં ‘ટિટેનિયમ સ્ક્રૂ’ જડબાના હાડકામાં ફિક્સ કરવાના હોય છે. તેનાથી આજુબાજુના દાંતને નુકસાન થતું ન હોવાથી બાજુના તંદુરસ્ત દાંતોને ટ્રીમ કરવાની જરૂર રહેતી નથી. જો ‘બ્રિજ’નો વિકલ્પ સ્વીકારીએ તો તેમાં બાજુના સાજા સારા દાંતને અડધા ઘસી નાખવા પડતા હોય છે. ઘનશ્યામભાઈને ડર હતો કે આ સારવાર પીડાદાયક હશે પણ ડોક્ટરે સમજાવ્યું ઈમ્પ્લાન્ટ કરવાનું કાર્ય દાંત પાડવા કરતા પણ વધારે સરળ અને ઓછું પીડાદાયક છે. દીકરીની ઈચ્છાને માન આપીને છેવટે એમણે અનુમતિ આપી.

બીજા જ અઠવાડિયે અમે એક જ દિવસમાં ઘનશ્યામભાઈના નીચેના ૪ દાંત પાડીને ઉપર નીચે ઈમ્પ્લાન્ટ નાંખી દીધા. ઈમ્પ્લાન્ટ હાડકામાં ફીટ થતા ૩-૪ મહિના લાગે. આ સમય દરમિયાન એમને ટેમ્પરરી દાંત બેસાડીને આપ્યા. ૩ મહિના પછી અમે ઈમ્પ્લાન્ટ ઉપર કાયમી દાંત જેવી કેપ બેસાડીને ઘનશ્યામભાઈને પાછું પહેલાં જેવું સ્મિત કરી આપ્યું.

થોડા સમય પછી નીલિમાનો ડોક્ટર પર ફોન આવ્યો, ‘ડોક્ટર મારા હીરો (ડેડ)નું સ્મિત પરત કરવા બદલ આભાર. મેં હમણાં જ એમની સાથે વેબ-ફોન પર વાત કરી અને મારા ડેડ પાછા પહેલાં જેવા જ થઈ

ગયા છે.’

ડો કેવલ શાહ, ફાઈન ફેધર ડેન્ટલ –

અમદાવાદ- ગાંધીનગર – સુરત

(M)ઃ +91 9978910542

finefeather.in

×